વાંકાનેર ના લુણસરિયા ગામે 250 વૃક્ષારોપણ નું કરાયું: સખી દાતાના સહયોગથી વૃક્ષ પોટેકશન પિંજરા સાથે મુકાયા: પૂર્વ સરપંચે સર્વેનો આભાર વ્યક્ત કર્યો
વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ શરૂ થતા ની સાથે જ લુણસરિયા ગ્રામ પંચાયત દ્વારા 250 વૃક્ષોનું રોપણ કાર્ય કરાયું હતું જે જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શનથી લુણસરિયા ગામ પંચાયતે લુણસરિયા નવાજૂના અને બોકડ થંભા માં પ્રાથમિક સરકારી શાળામાં તેમજ લુણસરિયા થી બોકડ થંભા મુખ્ય માર્ગો પર કુલ 250 જુદા જુદા વૃક્ષોનું રોકાણ કરવામાં આવ્યું હતું તેમાં વૃક્ષોના પ્રોટેક્શન અંતર્ગત પિંજરા સખી દાતાના રમેશભાઈ ધોડકિયા સંયોગથી કરેલ આ કાર્યક્રમ તારીખ 12 7 2024 ના રોજ સવારે 10 વાગ્યાના સુમારે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઉર્ફે હરુભા ઝાલા તેમજ પૂર્વ પ્રમુખ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલા તેમજ કે કે ઝાલા ગ્રામ સેવક જયંતીભાઈ બાવળીયા ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધભા ઝાલા સર્વે ગ્રામજનો ગ્રામ પંચાયતના સભ્યો મહિલા સરપંચ મીનાબા જે ઝાલા તેમજ ગ્રામ પંચાયત તલાટી મંત્રી એમ એચ ચાવડા સર્વે લુણસરિયા બોકડ થંભા ના ગામના અગ્રણીઓ આગેવાનો વગેરે વૃક્ષારોપણ કાર્યક્રમ માટે હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત સર્વે નો આભાર વ્યક્ત પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલા એ કર્યો હતો