
વાંકાનેર તાલુકમાંથી સગીરાનું તા 28 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને અપહરણ તથા પોક્સોના ગુનામાં આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલીમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (18) રહે. શેખરડી તાલુકો વાંકાનેર વાળાની અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે