વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છેમોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી સાંજના સમયે વરસાદી માહોલ હોય છે તેવી જ રીતે આજે સાંજે પણ જુદા જુદા વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સાંજના છએક વાગ્યાના અરસામાં ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી તેમજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતકના પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર થતી સહાય વહેલી તકે મળે તે માટે થઈને વાંકાનેરના ટીડીઓ દ્વારા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવેલ છે.
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!
- વાંકાનેર નુ પુસ્તક પરબ નવરાત્રીમાં પણ વાચકો માટે ખુલ્લુ રહ્યુ!!!
- વાંકાનેર સીટી પોલીસે તત્કાલ હોમગાર્ડ જવાન જમા કરાવેલી થેલી મૂળ માલિકને શોધી તેરા તુજકો અર્પણ કર્યું!!!