વાંકાનેરના ભાજપરા ગામે વાદી વસાહતમાં પુનઃ બઘડાટી બોલી, 14 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….
વાદી વસાહતમાં મંદિર મામલે થયેલ જુના ઝઘડાના બાબતે બે પક્ષો બાખડ્યા, બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ….
વાંકાનેર તાલુકાના ભોજપરા નજીક આવેલ વાદી વસાહતમાં ખોડિયાર માતાજીના મંદિર મામલે અગાઉ ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી પુનઃ બે પક્ષો વચ્ચે લાકડી, ધોકા, પાઇપ, છરી સાથે બઘડાટી બોલી હતી, જેમાં બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ભોજપરા ગામે ખાતે વાદી વસાહતમાં રહેતા ફરિયાદી વિજયનાથ પોપટનાથ બામણીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). બહાદુરનાથ સુરમનાથ પરમાર, ૨). જલાનાથ બોળાનાથ પરમાર, ૩). જાનનાથ સુરમનાથ પરમાર, ૪). રોબરનાથ સુરમનાથ પરમાર, ૫). કરશનનાથ પોપટનાથ પરમાર અને ૬). પોપટનાથ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો આરોપીઓ સાથે ઝઘડો થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી પર હુમલો કરી માર માર્યો હતો…
જ્યારે આ બનાવની સામાપક્ષે ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા ફરિયાદી જોગનાથ કાળુનાથ પરમારએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ૨). ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા, ૩)ધરમનાથ ભોટનાથ, ૪). કેશનાથ કાનનાથ બાભણીયા, ૫). કરશનનાથ કાનનાથ બાભણીયા, ૬). ભુપતનાથ મીરખાન બાભણીયા, ૭). ગોરખનાથ કાનનાથ બાભણીયા અને ૮). રમતુનાથ ગોરખનાથ બાભણીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને વાદી વસાહતમાં માતાજીનાં મંદીર બાબતે આરોપીઓ સાથે થયેલ અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી, લાકડી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…