રેકી/પાયલોટીંગ કરતી બ્રેઝા કાર તથા પોલીસ મની ગાડીને ટક્કર મારી ભાગવા જતી દેશી દારૂ ભરેલ એક્સેન્ટ સાથે ત્રણ ઝડપાયાં….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ/રેકી કરતી એક બ્રેઝા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી પાછળ દેશી દારૂ ભરી આવતી હ્યુન્ડાઈ એક્સેન્ટ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામમાંથી પોલીસે કારને રોકાવી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય, જેના આધારે પોલીસે કોઠી ગામ નજીક વોચ ગોઠવતા દેશી દારૂ ભરેલ કાર માટે પાયલોટીંગ / રેકી કરતી એક બ્રેઝા કાર નં. GJ 36 AJ 9421 ને રોકી આરોપી અજયભાઈ જાદવભાઈ મેર (ઉ.વ. ૨૩, રહે. નાળીયેરી, તા. ચોટીલા) અને હર્ષદભાઈ અનકભાઈ ધાંધલ (ઉ.વ. ૩૪, રહે. જાનીવડલા, તા. ચોટીલા) ને ઝડપી લીધા હતા, જ્યારે આ બ્રેઝા કાર પાછળ આવતી હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર નં. GJ 03 KP 0959 ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતાં કારને જોધપર ગામ તરફ ચલાવી મુકતાં પોલીસે ખાનગી ગાડીમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામ ખાતે પહોંચતા કાર ચાલકે પોતાની કાર પોલીસની કાર સાથે અથડાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે કારને કોર્ડન કરી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ૫૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, જ્યારે આ કારમાં સવાર અન્ય આરોપી કીશન ભીખુરામ વાઘાણી (રહે. રાજકોટ) અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે આ બનાવમાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા બે અન્ય આરોપી સહિત ત્રણેય ઇસમોને દેશી દારૂનો જથ્થો, બે કાર તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 12,24,000 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….