દોઢ વર્ષથી રીનોવેશન માટે કરેલી અરજી નો નિકાલ હજુ સુધી વિદ્યાર્થી ના હિતમાં આવ્યો ન હોય તેમ સર્વે કરી ફોટા પાડી ગયા પછી પણ પરિણામ થા વહી કા વહી!!!
વાંકાનેર પંથકમાં વિકાસલક્ષી કાર્યને યોગ્ય સ્થાન મળ્યું ના હોય તેમ સમસ્યા સ્વરૂપે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વાંકાનેર તાલુકા કન્યા શાળા નંબર 7 ની બિલ્ડીંગ વિકાસની મજબૂતાઈ અંગે દોઢ વર્ષથી કરેલી રજૂઆતને હજુ સુધી વિકાસની દિશામાં સ્થાન મળ્યું ના હોય તેમ સ્થિતિ કહી રહી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેરમાં રાજાશાહી વખતથી 4 11 1938 માં સ્થાપન થયેલ સરકારી તાલુકા કન્યા પ્રાથમિક શાળા ભૂકંપ બાદ મસ્ત બિલ્ડીંગ કલાસ રૂમમાં બન્યા હતા પરંતુ હાલ ખંઢેર પરિસ્થિતિ અમુક કલાસ રૂમમાં તંત્રની નિષ્ક્રિયતા સાથે વિકાસની વાતો કરનાર નેતાઓની છબીને નબડી દ્રષ્ટિ મતદાર પ્રજામાં આપી રહ્યું હોય તેમ વિદ્યાર્થીઓના વાલી મહેસુસ કરી રહ્યા છે તનિક સૂચકોને આ અંગે વિદ્યાર્થીઓએ પૂછપરછ ફરતા શિક્ષકોનું કેવું છે કે દોઢ વર્ષ પહેલા અરજી કરેલ છે અને તેના ફોટા પણ પાડી ગયા છે પણ હાલ ચોમાસુ છે એટલે પૂર્ણવિરામ હોઈ શકે એવું કરી રહ્યા છે પરંતુ તાજેતરમાં જ વાંકાનેર ના વાહન પસાર થતા પુલ બેસી ગયેલ હોય તેમ આ વાંકાનેરની સરકારી કન્યાશાળા શાળા નંબર 7 પડું પડું હાલતમાં કોઈ નાની મોટી દુર્ઘટના સર્જે એ પહેલા તંત્ર વાહકો ધ્યાન આપશે કે કેમ? એ તો આવનાર સમય કહેશે હાલ સરકારી શાળાઓની પરિસ્થિતિ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે જોખમકારક બની હોય તેવુ દ્રશ્ય તસવીરમાં કઈ રહ્યું છે