
ટંકારા ગામ પંચાયતની હદમાં પાલિકા કચેરીને સ્થાન મળ્યું હોવાથી ગ્રામ પંચાયત ની બદલે પાલિકા કચેરી ના જય ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં વધુ એક પાલિકા કચેરી સ્થાન પામી રહ્યું છે તેમાં ટંકારા તાલુકાને લોક માંગીને ધ્યાને રાખી ગ્રામ પંચાયત વિસ્તારમાં શહેરી પાલિકા કચેરીની સ્થાપના થતા વાંકાનેર ના ચીફ ઓફિસર ગીરીશ કુમાર સરૈયા ને વધુ એક ટંકારા નગરપાલિકામાં ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હોય જેથી સ્થાનિક અગ્રણીઓ અધિકારીઓ આવકાર સાથે ગિરીશ કુમારને ફુલહારથી સ્વાગત કરી ટંકારા નગરપાલિકા ના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકાના ઇજનેર તરીકે વિવેકભાઈ એચ ગઢીયા તેમજ એકાઉન્ટન્ટ તરીકે સોનલબેન કાચાએ નગરપાલિકા કચેરીમાં ચાર્જ સંભાળ્યો હોય જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે