નરેશ અને જયેશના યુદ્ધમાં કોનો થશે વિજય? રાદડિયાનો આ ઈશારો આપે છે નવાજૂનીના એંધાણ
જયેશ રાદડિયાએ જામનગર બાદ હવે સુરતમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નરેશ પટેલને પડકાર ફેંક્યો છે. સમય આવ્યે જવાબ આપવાની તૈયારી બતાવતા કહ્યું કે, આ એ જ સમાજ છે એજ લોકો છે જે રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે.
ગુજરાતમાં હવે બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે બરાબરની જંગ જામી હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડવોર વધવા લાગ્યું છે. ઈફકોની ચૂંટણી સમયે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો આ દરમિયાન આ વિવાદ વધુ વકરી રહ્યો છે. જેમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, એ જ સમાજ છે એજ લોકો છે જે રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે.
જયેશ રાદડિયાએ જામનગર બાદ હવે સુરતમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નરેશ પટેલને પડકાર ફેંક્યો છે. સમય આવ્યે જવાબ આપવાની તૈયારી બતાવતા કહ્યું કે, આ એ જ સમાજ છે એજ લોકો છે જે રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે. સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ. અમુક લોકોને પેટમાં દુઃખે છે. સમાજનો આગેવાન મજબૂત હોય તેને સ્વીકારજો. માયકાંગલાની સમાજને જરૂર નથી. આવા પોતે તો ડૂબશે પણ સમાજને પણ ડૂબાડશે. માયકાંગલાની સમાજને કાલે જરૂર નથી આજે જરૂર નથી.
રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે નીચે બેસવાની મારી તૈયારી છે. સમાજમાં અનુક કહેવાતા લોકો છે જે પગ ખેંચવાનું બંધ કરી દે. સમાજનો ભાવ પૂછવાવાળું આવનારા સમયમાં કોઈ નહિ મળે તેવા દિવસો આવશે. અમે કોઈનું સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારી વૃત્તિ નથી. ગુલામી કરી નથી કરવા માંગતા નથી તાકાતથી આગળ ચાલીએ છીએ. કોઈ પાડી દેવાના કાવત્રા કરતા હોય તો સફળ નહિ થાય. મારી પાસે મજબૂત ટીમ છે. જાણો શું છે વિવાદનું મૂળ ! લોકસભાની ચૂંટણી બાદ મે મહિનામાં ઇફ્કોની ચૂંટણી યોજાઇ હતી. આ સમયે વિવાદના જૂના મૂળ વધુ ઊંડા ગયા હતા. ભાજપે બિપિન ગોતાને ચૂંટણીનું મેન્ડેટ આપયુ હતું. પરંતુ જયેશ રાદડિયા ઉપરવટ થઈ અને ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ સમયે એવી ચર્ચા ચાલી હતી કે, ખોડલધામના દિનેશ કુંભાણીએ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોને જયેશ રાદડિયાને બદલે બિપિન ગોતાને વોટ આપવાનું કહ્યું હતું, અને પત્રિકા પણ વાયરલ થઈ હતી. ત્યારે સહકારી આગેવાનો એમની વાત માન્યા નહીં અને અણબનાવ વકર્યો હતો. ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાએ જાહેરમાં કહ્યું હતું કે, રાજકીય ક્ષેત્રમાં સામાજિક સંસ્થાઓએ ન આવવું જોઈએ.કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ.જાણો શું કહ્યું હતું નરેશ પટેલે ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી. ત્યાર બાદ જયેશ રાદડિયાના નિવેદન પર ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે, સરદાર પટેલ રાષ્ટ્રને કહી ગયા કે ઘરની વાત ઘરમાં જ રાખવી, પણ અમે જ ન રાખી શક્યા તેનું મને દુ:ખ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેશ રાખવામાં નથી આવતો, હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેશ નથી, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે. જામનગરમાં શું બોલ્યા હતા જયેશ રાદડિયા જયેશ રાદડિયાને ઘરની વાત ઘરમાં રાખવાના નરેશ પટેલના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં તેમણે મોટું નિવેદન આપ્યું હતું. જયેશ રાદડિયાએ કહ્યું કે, ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી. સમય આવ્યે હું ઘરની વાત બહારનો જવાબ આપીશ. હું પટેલ સમાજમાં નિષ્ઠાપૂર્વક કામ કરું છું.