દૂધમાં ભેળસેળ ઝેરી આઈટમ બનાવવાનું કારસ્તાન કરનારા પર ફૂડ એન્ડ ડ્રગ ગાંધીનગર વિભાગ દ્વારા રાજકોટમાં દરોડા!!!
રાજકોટ માં ગેમ ઝોન દુર્ઘટના બાદ મોટાભાગનું તંત્ર એલર્ટ થતાં ની સાથે જ કાળા માથાના માનવી કાળી કમાણી કરવામાં માનવ જિંદગી ના આરોગ્ય સાથે ચેડા કરી દૂધ અને દૂધની ખાદ્ય ખોરાક ની આઈટમ બનાવવાનું કારસ્તાન કદાચ કરનારા સામે ગાંધીનગર થી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નો સરપ્રાઈઝ ચેકિંગ દરોડો પડતા જેતપુર સહિત રાજકોટ જિલ્લા પંથકમાં ખળભળાટ મચી ગયો છે જે અંગે મળેલ વિગતો અનુસાર જેતપુર શહેરના મોઢવાદી વિસ્તારમાં એક ડેરીમાં દૂધમાં ઘાતક અને તદ્દન બિન આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓની મિલાવટ કરી દૂધની વિવિધ આઈટમ બનાવીને વેચવામાં આવતી હોવાની બાકીના આધારે ગાંધીનગર થી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા દરૂડો પાડ્યો હતો તેમાં ફૂડ એન્ડ ડ્રગ ના અધિકારીઓએ સ્થળ પરથી પનીર દૂધ વનસ્પતિ તેલ અને મલાઈના સેમ્પલ લીધા હતા તેમાં મલાઈ વનસ્પતિ તેલનો 1660 કિલોગ્રામ જથ્થો તેની કિંમત રૂપિયા 5.04,201 થવા જાય છે તે ચીજ કરી દીધો તેમ જ 2000 લીટર દૂધ અને 633 kg પનીર મળીને 2.10 લાખના% જથ્થા નો નાશ કરવામાં આવ્યું હતુ જે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ દરોડા થી સમગ્ર જેતપુર સહિત રાજકોટ જિલ્લામાં ભારે ખળભળાટ દૂધ અને દૂધ અને દૂધની વિવિધ વેરાયટીઓનો વ્યવસાય કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો