વ્યાજના વીસચક્રમાં ફસાયેલા લોકો આગળ આવેઃ PSI એસ.આઈ.સુમરા
વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એસ.આઈ.સુમરાની મહેનતથી ખેડૂતે વ્યાજે લીધેલ રકમ સામે રજીસ્ટર્ડ સાટાખત કરાવી લઈ લીધેલ તે જમીન પરત આપવામાં આવી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદરના નાના કોટડા ગામે રહેતા મનજીભાઈ પરશોતમભાઈ વઘાસીયાની જમીન વિસાવદર તાલુકાનાં નાનાકોટડા ગામે સીમ જમીન રેવન્યુ સર્વે નં.૧૮૪/પૈકી-૧ ની હે- ૧-૩૪- ૫૬ આરે.ના ક્ષેત્રફળની જગ્યા આવેલ હતી અને મારા કુટુંબીક કાકા છગનભાઈને પૈસાની જરૂરીયાત હોવાથી દેવાભાઈ ભોજાભાઇ રામ રહે.આરેણા ગામ તા.માંગરોળ નાંઓપાસેથી વ્યાજે પૈસા લીધેલ અને તેની સાથે અમારી જમીનનું સીકયુરીટી પેટે સાટાખત તા.૦૬/૦૪/૨૦૦૯નાં રોજ સબ રજીસ્ટાર રૂબરૂ ધાકધમકીથી આ કામનાં સામાવાળાએ કરાવેલ અને અરજદારે તેમની વ્યાજની રકમ સહિત રૂ.૮,૦૦,૦૦૦ પુરા ચુકવી આપેલ છતા સામાવાળાએ પંદર વર્ષથી આ સાટાખત કેન્સલ કરી આપેલ ન હતુ.ખેડૂત હેરાન પરેશાન થઈ ગયેલ હોય અને ગરીબ વર્ગ હોય અને અરજદાર પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય તેવા સંજોગોમાં આ બાબતે જૂનાગઢ એસપી હર્ષદ મેહતાને રૂબરૂ તા.૦૧/૦૭/૨૦૨૪નાં રોજ મળેલ અને એસ.પી.એ રજુઆતને ગંભીરતાથી લઈ આ બાબતે વિસાવદરપોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.આઈ. સુમરાએ અરજી લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જેથી વિસાવદર પોલીસે તા.૦૨/૦૭/૨૦૨૪નાં રોજ રૂબરૂ બોલાવેલ અને રજુઆત સાંભળેલ અને અરજી લઈ આ કામે સામાવાળા દેવાભાઈ ભોજાભાઈ રામને પોલીસ સ્ટેશનને બોલાવી કાર્યવાહી કરેલ જેથી આ કામનાં સામાવાળાએ અમારૂ પંદર વર્ષ જુનુ સાટાખત રદ કરી આપેલ અને અરજદારની કાયદેસરની મિલ્કત અરજદારને પરત મળી ગયેલ જેથી આ બાબતે એસપી હર્ષદ મેહતા અને વિસાવદર પોલીસના મહિલા પીએસઆઈ સુમરા તથા પોલીસ સ્ટેશનનાં સ્ટાફનોં આ પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવેલ હતો.