રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે
વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા, ઉત્તર ગુજરાતના 2 અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાંં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.