
દિલ્હી મુકામે અખિલ ભારતીય કોળી ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની અઘ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા સહિત રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો, સંગઠનના કાર્યકારિણી સદસ્યો, દરેક રાજ્યના પ્રદેશ હોદ્દેદારો તેમજ સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વ સંમતિએ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને બિનહરીફ એક સૂર સાથે પુનઃ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ આ સંગઠન એક જ છે આ નામનું બીજું કોઈ સંગઠન છે જ નહિ તેમજ આ સંગઠનને તોડવાની જગ્યાએ જોડવા અને મજબુત બનાવવા માટેના ઠરાવો કરવામાં આવ્યો હતો