…
વાંકાનેર શહેર ખાતે પેસેન્જર વાહનોમાં જોખમી રીતે પેસેન્જર બેસાડી સમાન તથા પેસેન્જરોનું ગેરકાયદેસર ઓવરલોડેડ વહન કરતા વાહન ચાલકોનો વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થતાં બાબતે વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આવા ત્રણ વાહન ચાલકોની અટકાયત કરી હતી
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લામાં બહારના રાજ્યોમાંથી
મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરો મજુરીકામ કરવા આવતા હોય ત્યારે
આ મજુરોને વાહનોમાં ખચો-ખચ અને જોખમી રીતે બેસીને તથા
સમાન ભરીને આવતા હોવાથી રોડ પર કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતા
રહેલ હોય, જેનો એક વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થતાં
બાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અલગ-અલગ નાકા, રસ્તા
ઉપર વોચ, તપાસ, વાહન ચેકીંગ કરતા શહેરમાંથી જોખમી રીતે ખચો-
ખચ મોટી સંખ્યામા માણસો ભરી તથા ઓવરલોડેડ સમાન ભરી
મુસાફરી કરતા ત્રણ વાહન ચાલકો મળી આવ્યા હતા…
આ બનાવમાં પોલીસે વાહન ચાલક ૧). વેસ્તા ધુમસિંહ દેવકીયા (ઉ.વ. ૨૫, રહે. છોટી ફાટક, મધ્યપ્રદેશ), ૨). માનસિંગ નુરલા ડાવર (ઉ.વ. ૩૧, રહે. બોકડીયા પુજારીભળીયા મધ્યપ્રદેશ) અને ૩). જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા (ઉ.વ. ૨૫, રહે. કાલીખેતા, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી તમામ સામે આઈ.પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ત્રણેય વાહનચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતું…