વાંકાનેર માં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ
વાંકાનેર માં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ
મોરબી જિલ્લા એસઓજીની ટીમ વાંકાનેર તાલુકામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સમગ્ર ટીમને મળેલ હક્કિત આધારે વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામે રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંથી ૪૧૮ જીલેટીન સ્ટીક મળી હતી જેથી કરીને પોલીસે જીલેટીન સ્ટીક, વાયર અને મોબાઈલ ફોન વિગેરે મળીને ૧,૨૮,૮૩૬ નો મુદામાલ કાબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝીવ એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને જીલેટીન સ્ટીક આપનારાઓના નામ પણ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
હાલમાં મોરબી જિલ્લા એસઓજીના કર્મચારી મુકેશભાઈ વાલજીભાઇ જોગરાજીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુન્નાભાઈ વલુભાઈ બાંભવા જાતે ભરવાડ (૩૬) રહે. તરકીયા તાલુકો વાંકાનેર, પ્રદીપભાઈ આલકુભાઇ ધાધલ જાતે કાઠી (૨૫) રહે. મેસરિયા તાલુકો વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા જાતે કાઠી (૨૩) રહે. જાની વડલા તાલુકાઓ વાંકાનેર, રણુભાઈ બાલાભાઈ બાંભવા જાતે ભરવાડ (૨૩) રહે. તરકીયા તાલુકો વાંકાનેર અને દેવાયતભાઈ ડાંગર રહે બેડી તાલુકો રાજકોટ તતેમજ તપાસમાં ખૂલે તે તમામની સામે આઇપીસી કલમ ૨૮૬, ૩૦૮ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૯ (બી) ૧ (બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ નવા તરફીયા ગામની ઓળ નામથી ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં સર્વે નંબર ૧૬૩ – ૧ પૈકી ૨૪ ની જમીનમાંથી કોઈ જાતની લીજ કે આધાર વગર પથ્થરો કાઢવા માટેની ચાર હાલમાં પકડાયેલા ચાર શખ્સો દ્વારા આરોપી દેવાયતભાઈ ડાંગર અને અન્ય આરોપીઓ પાસેથી ગેરકાયદે બીજાસન એપ્લોટેચ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની ૮૩ એમ એમ ની ૭૮ કિલો વજનની ૪૧૮ જીલેટીન સ્ટીક મેળવીને બ્લાસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી હતી
તરકીયા ગામના સરકારી સર્વે ન ૧૬૩ ૧ પૈકી ૨૪ ની સરકારી જમીનમા ૫૩ જેટલા બોર કરી જે પૈકી ૧૪ બોરમા ઇલેક્ટ્રોનીક ડીટોનેટર સાથે બાંધીને બોરમા આશરે ૬૫૦ કિલો ગ્રામ જેટલો એક્સપ્લોજીવ પદાર્થ પ્લાન્ટ કર્યો હતો અને રાહદારી, માલધારી અને પશુ તેમજ પોતાની જીંદગી જોખમાય તે રીતે અને આ રીતે બ્લાસ્ટ કરવાથી તમામના મોત થાય તેવી શક્યતા હતી જે આરોપીઓ જાણતા હતા તો પણ કોઈપણ જાતની મંજુરી વગર બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા હતા ત્યારે બીજાસન એક્સપ્લોઝીવ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની ૪૧૮ જીલેટીન સ્ટીક જેની કિંમત ૯૨,૭૯૬ નો માલ, અલગ અલગ લંબાઈના ઈલેકટ્રોનીક ડીટોનેટર ડીટીએચ વાયર ૫૦, ટીએલડી વાયર ૯૦ નંગ, પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧,૨૮,૮૩૬ ના મુદ્દામાલ સાથે પોલીસે ચાર શખ્સની ધરપકડ કરેલ છે અને બાકીના હાજર ન મળેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે