
વાંકાનેર તાલુકાના શેખરડી ગામે આજે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા ઇજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છેજાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શેખરડી ગામે મારામારીનો બનાવ બન્યો છે જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે જેથી કરીને હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ છે તેમજ જે વ્યક્તિઓને મારામારીના આ બનાવની અંદર ઇજા થયેલ હતી તેમાંથી બે વ્યક્તિઓને તીક્ષ્ણ અત્યારના ઘા મારવામાં આવ્યા હોવાથી તેને વધુ સારવાર માટે વાંકાનેર થી રાજકોટ લઈ જવામાં આવેલ છે જો કે કયા કારણોસર શેખરડી ગામે મકવાણા અને વાટુકિયા પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનેલ છે તેની વિગતો હજુ સામે આવી નથી જોકે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ભોગ બનેલા વ્યક્તિઓની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે