
વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા કૌશલભાઈ બટુકચન્દ્ર બજાણી ઉ.24 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.