વાંકાનેરમાં દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને હથિયાર સાથે ઘરમાં ઘૂસીને દંપતી ઉપર જીવલેણ હુમલો
વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા શખ્સની સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને છ થી વધુ શખ્સો તે યુવાનના ઘરે પાઇપ, ધોકા અને છરી જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનના માતા-પિતાને હુમલો કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને સામાપક્ષેથી પણ મારામારીના આ બનાવમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રમણીકભાઈની વાડી વિસ્તાર કુંભારપરામાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કૌશિકભાઈ ધીરુભાઈ રાઠોડ, કુલદીપભાઈ કાળુભાઈ રાઠોડ, ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકરનગર વાંકાનેર તથા 3 અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા પ્રભાતભાઈ અને આરોપીના સંબંધી જીવણભાઈ વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓ પાઇપ, ધોકા અને છરી જેવા હથિયાર લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ફરિયાદી તથા સાહેદ નયનાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો
ત્યારે આરોપી કૌશિકભાઇએ લોખંડના પાઈપથી ફરિયાદી અને નયનાબેનને માથાના ભાગે માર મારીને ગંભીર જીવલેણ ઇજા કરી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને લાકડી વડે શરીરે આડેધડ માર માર્યો હતો જેથી ફરિયાદીને બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી અને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થરના ઘા મારી ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે સામાપક્ષેથી વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (20) એ હાલમાં પ્રભાતભાઈ નરેશભાઈ સોલંકી અને ગુગો કનુભાઈ સોલંકી રહે. બંને આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના દાદા દિવાળી ઉપર ગુજરી ગયેલ હતા તે સમયે આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે ફટાકડા ફોડતા હતા જેથી ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડતા ઝઘડો થયેલ હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને પ્રભાતભાઈએ ફરિયાદીને માથાના ભાગે ઈંટના બે ઘા માર્યા હતા તેમજ ગુગો સોલંકીએ તેની મદદગારી કરી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે