વાંકાનેરની સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગેલેક્સી પેનલનો જ્વલંત વિજય…..
યુસુફભાઈ શેરસીયા તથા આઇએમપી પેનલની હાર ; 15 બેઠકમાંથી 13 બેઠકો પર ગેલેક્સી પેનલના ઉમેદવારો વિજેતા, સામે બે બેઠકો પર ઇસ્માઇલભાઈ આઇએમપી તથા મહંમદભાઇ ખુશ્બુનો વિજય….
વાંકાનેર તાલુકાની શ્રી સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીમાં આજરોજ રવિવારે વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચુંટણીમાં યોજવામાં આવી હોય, જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરાની ગેલેક્સી પેનલ સામે યુસુફભાઈ શેરસીયા તથા ઇસ્માઇલભાઈ આઇએમપીની પેનલના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર સર્જાઇ હતી….
ભારે રસાકસીભરી વચ્ચે યોજાયેલ આ ચુંટણીમાં મતગણતરી બાદ કુલ 15 બેઠકમાંથી 13 બેઠકો પર ગેલેક્સી પેનલના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો, જ્યારે સામાપક્ષે બે બેઠકો પર ઇસ્માઇલભાઈ આઇએમપી તથા મહંમદભાઇ ખુશ્બુનો વિજય થયો હતો….
શ્રી સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીમાં વિજેતા ઉમેદવારો….
સામાન્ય ખેડૂત વિભાગની બેઠક
૧). અબ્દુલરહીમ આહમદ અમી પરાસરા
૨). અબ્દુલરહીમ આહમદ શેરસીયા
૩). અબ્બાસ જલાલ શેરસીયા
૪). અલીભાઈ અલાવદી અમી શેરસીયા
૫). ઇરફાન ઉસ્માનભાઈ પરાસરા
૬). ઇલ્મુદ્દીન અલીભાઈ પરાસરા
૭). ગુલામમહમદ અમી પરાસરા
૮). ગુલામહુશેન અલાવદી પરાસરા
૯). મહેબૂબ અમી સાવદી શેરસીયા
૧૦). મહંમદ હાજી પરાસરા (ખુશ્બૂ)
૧૧). ઇસ્માઇલ માહમદ પરાસરા (IMP)
નાના સિમાંત ખેડૂતની એક બેઠક
૧૨). આહમદ અભરામ પરાસરા
મહિલા અનામતની બે બેઠકો
૧૩). રીમતબેન અલીભાઈ પરાસરા
૧૪). સમીનાબેન અયુબ પરાસરા
અનુસુચિત જાતિ અનામતની એક બેઠક
૧૫). વસંત હરીભાઈ મહાલીયા