વાંકાનેરની મેસરીયા ચેકપોસ્ટ નજીકથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયાં….
મોરબીના બે યુવાનોને કુલ રૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે મોરબી એસઓજી ટીમે ઝડપી પાડ્યા….
વાંકાનેર તાલુકાની મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અહીંથી પસાર થતી એક ઇનોવા કારને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા બે યુવાનો પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવતા પોલીસે મોરબીના વતની બે યુવાનોને કુલ રૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી.ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમ્યાન એક સફેદ કલરની ઇનોવા કાર રજી નં. GJ 03 NB 4708 ને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા તરૂણભાઇ ધનજીભાઇ ફુલતરીયા (ઉ.વ. ૩૫, રહે. ચિત્રકુટ સોસાયટી, રવાપર, મોરબી) અને વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા (ઉ.વ. ૩૯, ચિત્રકુટ સોસાયટી, રવાપર, મોરબી) પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો 10.76 ગ્રામ જથ્થો (કિંમત રૂ. ૧,૦૭,૬૦૦) મળી આવ્યો હતો જેથી પોલીસે બંને આરોપીઓની ડ્રગ્સનો જથ્થો, પાંચ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦), રોકડ રકમ રૂ. ૫૦,૦૦૦ અને એક ઇનોવા કાર સહિત કુલ રૂ. 12,57,600 નાં મુદામાલ સાથે ધરપકડ કરી બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
.