વાંકાનેરના જામસર ગામેથી મળેલ મૃતદેહનું રહસ્ય ઉકેલાયું, ગામની મહિલાઓ સામે જોઇ જીભાજોડી કરતા અજાણ્યા શખ્સને બે શખ્સોએ ઢોરમાર મારતાં મોત થયું, હત્યાનો ગુનો નોંધાયો…!
મહિલાઓ સામે જોઇ અજાણ્યી ભાષા બોલતા શખ્સને જતો રહેવાનું કહેવા છતાં ન જતાં બે શખ્સોએ મળી ઢીમ ઢાળી દીધું…!
વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલ ખેતરમાંથી થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી બનાવના રહસ્યને ઉકેલતા, મૃતક અજાણ્યો શખ્સ જામસર ગામે મહિલા સામે જોઇ અજાણી ભાષા બોલતો હોય, જેને જતું રહેવાનું કહેવા છતાં ત્યાંથી ન જતા બે શખ્સોએ મળી લાકડી તથા દોરડા વડે ઢોરમાર મારતાં યુવાનનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક ખેતરમાંથી થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં બનાવ હત્યાનો હોવાનો ખુલાસો થયો હતો, જેમાં મૃતક અજાણ્યો શખ્સ જામસર ગામમાં આવી બીજા રાજ્યની ભાષા બોલતો હોય અને ઘરના દરવાજા ખખડાવતો હોય અને મહિલાઓ સામે જોઇ કંઇક બોલતો હોય, જેમાં જામસર ગામ પાસે આવેલ રમેશભાઇ પાંચાભાઇ દેલવાડીયાની વાડીએ ગયેલ અને તેમની વાડીએ રમેશભાઇ હાજર ન હોય અને તેમના પત્ની તથા બૈરાઓ જ હાજર હોય જેથી તેમની સાથે બોલાચાલી કરતો હોય, જેથી તેમની બાજુની વાડીમાં રહેતા પ્રભુભાઇ લાલજીભાઇ દંતેસરીયા તેમની વાડીએ ગયેલ અને આ અજાણ્યા માણસને જતો રહેવા કહેલ પરંતુ આ અજાણ્યો માણસ કાંઇ સમજતો ન હોય અને જતો પણ ન હોય તેમજ હાજર મહીલાઓ સામે જોઇને કંઇક બોલતો હોય જેથી પ્રભુભાઇ લાલજીભાઇએ અજાણ્યા શખ્સને એક લાકડી વડે માર મારી ત્યાંથી ભગાડી દીધેલ જે બાદ આ અજાણ્યો માણસ ગામના પાધરમાં જુની વાડી તરીકે ઓળખાતા ખુલ્લા ખેતર તરફ ગયેલ અને ત્યાં ખેતરમાં વચ્ચેના ભાગે ઉભો રહીને ગામના બૈરાઓ સામે જોઇ કાંઇક ઇશારા કરતો, બોલતો હોય તેવામાં ત્યાંથી ગામના અશોકભાઇ નથુભાઇ દેલવાડીયા આવી ગયેલ અને તેની પાસે દોરડુ હોય જેથી દોરડા વડે આ અજાણ્યા માણસને આડે ધડ માર મારેલ હતો, જેથી અજાણ્યો માણસનું મોત થયાનો ખુલાસો થયો છે.
આ બનાવ મામલે હજુ સુધી અજાણ્યા શખ્સની કોઇ ઓળખ ન મળતાં પોલીસે જામસર ગામના પથુભાઈ ભનુભાઈ દેલવાડીની ફરિયાદ પરથી આરોપી પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયા અને અશોકભાઈ નથુભાઈ દેલવાડીયા (રહે. બંને જામસર) સામે આઇપીસી કલમ 302, 323, 34 તથા જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….