વાંકાનેરના શખસએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી
રાજકોટમાં નર્સિંગ યુવતી ઉપર વાંકાનેર ના શખ્સે આચર્યું દુષ્કર્મ
યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
રાજકોટમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ૨૪ વર્ષીય યુવતી પર તેની સાથે જ નર્સિંગનું કામ કરતાં મોરબી પંથકના વાંકાનેર શખ્સે પરિવારને મારી નાંખવાની ધમકી આપી રાજકોટ અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ છે. શહેરની રૈયા ચોકડી નજીક રહેતી ૨૪ વર્ષીય યુવતીએ વાંકાનેરના કાનપર ગામના અર્ષદ ઈલિયાસશેરસિયા સામે યુનિવર્સિટી પોલીસમાંનોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી પરીવાર સાથે રહે છે અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે આરોપી પણ તે જ હોસ્પિટલમાં નોકરી કરતો હોય જેથી પરીચયમાં આવ્યો હતો અને ઓળખાણ થયાં બાદ વાતચીત થતી હતી અને તેણીને વારંવાર ફોન કરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણકરતો હતો. આરોપીને તેણીએ પ્રેમ સંબંધ નહીં રાખવા માટે જણાવતાં તે ઉશ્કેરાયો હતો અને યુવતીની ઘરે જઈ તેના પરિવારને જાનથી મારી નાંખવાની આપી ગાળો ભાંડી હતી અવારનવાર આરોપી ધમકી જિ આપતો હોવાથી અંતે કંટાળીને તેની સાથે સબંધ રાખવા માટે મજબૂર થઈ હતી જે બાદ આરોપી યુવતીને અમદાવાદ લઈ જઈ તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું તે ઉપરાંત દો તેણીના ઘરે જઈ યુવતીને હવસનો શિકાર બનાવી હતી અંતે કંટાળીને ફરીયાદ નોંધાવતા યુનિવર્સિટી ૪ પોલીસે દુષ્કર્મ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.