હજુ પણ 3 દિવસ કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાત સહિત દિલ્હીમાં પણ આજે ગરમીનું જોર યથાવત રહેશે.
આજે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ ,જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવ ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગનવર્ષા રહેશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 4 દિવસ બાદ આંશિક રાહત ગરમીમાંથી મળી શકે છે. 4 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તીવ્ર ગરમીનું મોજું 29 મે સુધી રહેશે. ગુજરાતમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ હીટ એલર્ટ જાહેર કર્યું છે, આ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 46.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 46 ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી, કચ્છમાં 45.5 ડિગ્રી, બનાસકાંઠામાં 45.4 ડિગ્રી અને વડોદરામાં 45 ડિગ્રીએ પહોંચી ગયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ હીટ એલર્ટ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, દાહોદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
ગરમીથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી
અમદાવાદમાં ચાલી રહેલી ગરમીના કારણે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોને રાહત આપવા માટે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. ગુજરાત ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ અમદાવાદમાં ચાર ઈન્ટરસેક્શન પર ગ્રીન મેટ લગાવવામાં આવી છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોને ગરમી અને સીધા સૂર્યપ્રકાશથી થોડી રાહત મળી શકે.
આ ઉપરાંત અમદાવાદમાં ગરમીના રેડ એલર્ટને જોતા તમામ કન્સ્ટ્રકશન સાઈટ પર બપોરે 1 થી 4 દરમિયાન કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 11 વાગ્યા સુધીમાં શાળાઓમાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્યુશન સંચાલકોએ પણ ટ્યુશન ક્લાસ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હીટવેવના કારણે ઘણા લોકોમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, પેટમાં દુખાવો જેવી ફરિયાદો વધી રહી છે. જ્યારે 108 ઈમરજન્સી સેવાઓને છેલ્લા 20 દિવસમાં 10,000 કોલ આવ્યા છે. સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકના કારણે અનેક લોકોના મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. વધતી ગરમીના કારણે અચાનક થયેલા મોતનું કારણ જાણવા માટે પણ જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે