વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર ગોલ્ડન પોઈન્ટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયા જાતે પ્રજાપતિ (૩૮) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ ડીએ ૧૦૬૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
