વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ
વાંકાનેરમાં અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓનલાઇન સોદાઓ કરીને રનફેરનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ૫૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં
હતી ત્યારે વાંકાનેરના અમરસર ફાટક પાસે આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઓનલાઇન જોઈને હાર જીતના રનફેરના સોદા કરીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી અંકિતભાઈ શાંતિલાલ નંદાસિયા જાતે કુંભાર (૩૧) રહે. અરુણોદય સોસાયટી વાંકાનેર તેમજ ઉમંગભાઈ રામુભાઈ ધરોડિયા જાતે કુંભાર (૨૩) રહે. મિલ પ્લોટ ચોક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોએ ચિરાગભાઈ ઉર્ફે ચીરકુટ વામજા રહે. થાનગઢ જોગઆશ્રમ પાસે થાનગઢ વાળા પાસેથી રાધે એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં અલગ અલગ આઈડી પાસવર્ડ મેળવી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ ત્રણેય શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને હાલમાં અંકિતભાઈ અને ઉમંગભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને અંકિતભાઈ પાસેથી ૨૫,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ તથા ૨૧૦૦ રૂપિયા રોકડા અને ઉમંગભાઈ પાસેથી ૨૦,૦૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ અને ૬,૦૦૦ રોકડા આમ કુલ મળીને ૫૩૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ચિરાગભાઈ ઉર્ફે ચીરકુટને પકડવા માટે તજવીજ શરૂ કરી છે