વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર કારનો દરવાજો ખોલીને મોબાઈલ ફોનની ચોરી
વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર આવેલ રાજવીર મોબાઇલ પાસે યુવાને પોતાની ગાડી ઉભી રાખી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગાડીનો દરવાજો ખોલીને તેમાંથી સીલપેક મોબાઈલ ફોનની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપ ચોક બ્રાહ્મણ શેરી ખાતે રહેતા ઉત્કર્ષભાઈ આશિષભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રાજવીર મોબાઇલ પાસે તેણે પોતાની મારુતિ સુઝુકી એસક્રોસ ગાડી ઊભી રાખી હતી અને તેમાં TECNO POP8 મોબાઇલ જેની કિંમત ૭૦૦૦ રૂપિયા છે તે મોબાઈલ મુક્યો હતો અને આ સીલપેક મોબાઈલ કારનો દરવાજો ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે