લ્યો ! ખેડામાં હરતું ફરતું જુગારધામ, ચાલતી ટ્રકમાં જુગાર રમતા 42 જુગારી ઝડપાયા
જુગારની લત ધરાવતા લોકો જુગાર રમવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ખેડામાં રનિંગ ગેમ્બલિંગ ટેકનીકથી ચાલુ આઈસર ટ્રકમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. આ કેસમાં 42 જુગારીઓની અટકાયત કરવામાં આવી છે.
: ખેડામાં ચાલતી ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા LCB મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. ચાલુ આઈસર ટ્રકમાં રનિંગ ગેમ્બલિંગ ટેકનીક અપનાવી જુગાર રમતા 42 ઈસમોને કુલ રૂ.4.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હરતું ફરતું જુગારધામ : ખેડા LCB માંથી મળતી માહિતી અનુસાર ગત રાત્રે ખેડા LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈસર ટ્રક નંબર GJ 38 TA 1551 ને અટકાવી હતી. પોલીસે પૂછપરછ અને તપાસ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાઈ આવ્યું હતું.
42 જુગારી ઝડપાયા : પોલીસે તમામ લોકોને ટ્રકમાંથી નીચે ઉતારી કુલ 42 વ્યક્તિના નામ ઠામ સહિતની પૂછપરછ કરી હતી. આ મામલે ઝડપાયેલા તમામ લોકો ધોળકાના છે. જેમાં વિષ્ણુભાઈ સોમાભાઈ રાણા, વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રિતેશભાઈ બાબુભાઈ રાણા, મહેશકુમાર ખોડીદાસ રાણા, સંજયકુમાર જશુભાઈ રાણા, સુરેશભાઈ બાબુભાઈ રાણા, હર્ષદભાઈ રતિલાલ રાણા, કરણભાઈ મહેશભાઈ રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઈ પ્રવિણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઈ રાણા, રવિભાઈ રાજુભાઈ રાણા, રવિભાઈ હસમુખભાઈ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, જલ્પેશ વિનોદભાઈ રાણા, અશોક કનૈયાલાલ રાણા, ધવલભાઈ હસમુખભાઈ રાણા, સુનીલ દિનેશભાઈ રાણા, આશીષ નરેન્દ્રભાઈ રાણા, તુષારકુમાર ગોપાલભાઈ રાણા, બળદેવભાઈ રમણભાઈ રાણા, સાહિલભાઈ દશરથભાઈ રાણા, ધર્મેશભાઈ વિષ્ણુભાઈ રાણા, ભાવેશભાઈ મનોજભાઈ રાણા, રાજેશકુમાર વિષ્ણુભાઈ રાણા, કૃણાલ અલ્કેશભાઈ રાણા, દશરથભાઈ જેણાભાઈ રાણા, મનીષભાઈ સંજયભાઈ રાણા, મુકેશભાઈ રાજેશભાઈ રાણા, રાકેશભાઈ કનુભાઈ રાણા, દર્શનભાઈ રણછોડભાઈ રાણા, વિજયકુમાર છનાલાલ રાણા, મુકેશભાઈ દિનેશભાઈ રાણા, મિતેષભાઈ ભગવતીભાઈ રાણા, ભરતભાઈ શાંતિલાલ રાણા, જયેશભાઈ હિંમતભાઈ રાણા, જીગ્નેશભાઈ રાજુભાઇ રાણા, કિશનકુમાર રાજેશભાઈ રાણા, રાજેન્દ્રભાઈ રમેશભાઈ, જયેશભાઈ ગોપાલભાઈ રાણા, ધવલભાઈ રમેશભાઈ કાંગસીયા અને મહેશભાઈ ચંદુભાઈ ડબગરનો સમાવેશ થાય છે. તેમજ આ લોકો ધોળકા-ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં જણાઈ આવ્યું છે.
4.72 લાખનો મુદ્દામાલ : પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ તમામ લોકો ધોળકા-ખેડા- મહેમદાવાદ- મહુધા- ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા. પોલીસે તમામ ઈસમ પાસેથી અંગજડતીના રોકડ રૂ. 1,55,490 તેમજ દાવ પર રોકડ રૂ. 9,230 તથા 7 નંગ મોબાઇલ તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ.4,72,720નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.