LOKSABHA ELECTION 2024: એવું શું થયું કે વડોદરામાં ઉમેદવાર જાતે જ જૂતા નો હાર પહેરી ઉમેદવારી નોંધાવા પહોંચ્યા ? જાણો વિગત
અતુલ ગામેચી નામના અપક્ષ ઉમેદવાર ગળામાં ફૂલોના હારને બદલે જૂતાનો હાર પહેરીને વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. અતુલ ગામેચીના આ કારનામાંથી તે સતત ચર્ચામાં આવ્યા છે.
લોકસભા સભાની ચૂંટણીને લઈ હવે ગણતરીના દિવસો જ બાકી છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ત્યારે ત્રીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જેણે લઈ મોટા ભાગના ઉમેદવારો પોતાનું નામાંકન દાખલ કરી ચૂક્યા છે. કોઈ ઉમેદવાર રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભર્યું. તો કોઈ ઉમેદવાર ગાડું અને ટ્રેક્ટર લઈ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે આજે વડોદરામાં અપક્ષ ઉમેદવાર જાતે જ જૂતાંનો હાર પહેરી કલેકટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા
ચૂંટણીને લઈને હાઇ વૉલ્ટેજ રાજકીય ડ્રામા શરુ થઇ ગયા છે. આ દરમિયાન વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અપક્ષ ઉમેદવાર ચર્ચાનો વિષય બન્યા છે. અતુલ ગામેચી નામના અપક્ષ ઉમેદવાર ગળામાં ફૂલોના હારને બદલે જૂતાનો હાર પહેરીને વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. અતુલ ગામેચીના આ કારનામાંથી તે સતત ચર્ચામાં આવ્યા છે.
જૂતાંનો હાર પહેરવા પાછળનું કારણ જણાવતા અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીએ જણાવ્યું કે, “સરકારી કચેરીના ધક્કા ખાઈ સામાન્ય માણસના જૂતા-ચપ્પલ ઘસાઈ જાય છે. જો અમે ચૂંટણી જીતીશું તો નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. અમદાવાદ અને સુરતની વચ્ચે આવતા વડોદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. અમે ચૂંટણી જીતી વડોદરાનો અવાજ દિલ્લી સુધી પહોંચાડીશું.”