હળવદ ખાતે 9 – સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું ગઈ કાલે હળવદ ખાતે 9 – સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતુ.જેમાં ચંદુભાઈ શિહોરા સાથે થાન – ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, ધોળકા – ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગળ, ગુજરાત પ્રદેશ ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જીંજવાડિયા, વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, પૂર્વ ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સાબરીયા, વાઘજીભાઈ ડાંગરોચા, કાળુભાઈ કાંકરેચા સહિતના સમસ્ત કોળી સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ સરપંચશ્રીઓ તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી જીજ્ઞાસાબેન મેરે સંબોધન કરતા જણાવ્યું કે ખોટી અફવાહોમાં આવવું નહિ સમસ્ત કોળી સમાજ એક છે અને એક જ રહેશે. ખોટી અફવાહો ફેલાવતા કોળી સમાજના અલગ અલગ ભાગ દર્શાવતા મેસેજ કે એવા કોઈ પણ વ્યક્તિઓની ચળાવણીમાં ન આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી અને સમસ્ત કોળી સમાજમાં કોઈ વિવાદ નથી અને વિવાદ કરવા વાળા અમુક ક્ષણિક લોકો જ છે એવા લોકોને પણ થોડુંક ચિંતન કરવા આહવાન કર્યું હતું.
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!