વાંકાનેરમાં પરસોતમ રૂપાલાની સભા પૂર્વે વિરોધ, સરધારકા ગામે ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર
પરસોતમભાઇ રૂપાલાની સભા પૂર્વે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
કરી સુત્રેચાર કરવામાં આવ્યા હતા.વાંકાનેરના કુંભારપરાથી સિંધાવદર
દરવાજા સુધી રૂપાલા હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો
હતો.ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે અગાઉ પરસોતમ રૂપાલાએકરેલી ટિપ્પણીની સામે વિરોધ વ્યક્ત કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુહતુ.વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓનીવાંકાનેર પોલીસે ડિટેઇન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે વિરોધ વ્યક્ત કરવાછતાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ઉગ્ર આંદોલન શરૂથયું છે.વાંકાનેર માર્કેટ ચોકમાં ભાજપનાં લોકસભા કાર્યાલય ઉદઘાટનમાટે પરસોતમ રૂપાલા આવવાંના થોડા સમય પહેલા જ વિરોધ પ્રદર્શનકરાયુ હતુ.તેમજ વાંકાનેરના જ સરધારકા ગામે સરધારકા સમસ્તરાજપૂત સમાજ દ્વારા ‘પરસોતમ રૂપાલા બાઈકોટ’ જ્યાં સુધી ટિકિટ રદ નથાય ત્યાં સુધી ભાજપના કોઈ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવાબેનર લગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે હવેમાત્ર પરષોત્તમ રૂપાલાનો જ નહીં પરંતુ ભાજપનો જ વિરોધ શરૂ થયોછે.