વાંકાનેરમાં વરલીના આંકડા લેતા એક શખ્સની ૨૦,૬૧૦ ના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ
વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ગેબી પાનની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૦,૬૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તે શખ્સ જેની પાસે કપાત કરાવતો હતો તેનું નામ સામે આવતા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર
શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે જાહેરમાં વરલી
જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના
આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી
ક્રિપાલસિંહ બાબુભા જાડેજા જાતે દરબાર (૩૭) રહે. મિલ પ્લોટ કોલોની
રેલવે સ્ટેશન રોડ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી
આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૧૫,૬૧૦ રૂપિયા
તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન આમ કુલ મળીને
૨૦,૬૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ દ્વારા
અબુભાઈ હાલે રહે. મિલ પ્લોટ વાંકાનેર મૂળ રહે ચોટીલા જિલ્લો
સુરેન્દ્રનગર વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાનું સામે આવતા
તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસ
દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.