ઓનલાઇન ક્રેડીટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી લેતી મોરબી એલસીબી ટીમ, અન્ય બે સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાય…
મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી લઈ અન્ય બે સટોડિયાઓના નામ આ બનાવમાં ખુલતા ત્રણ સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં દરોડો પાડી શેરી નં. ૧૧ ખાતે ચામુંડા પાન પાસેથી આરોપી નીતિનભાઇ રસીકભાઇ વીંજવાડીયા (રહે. જીનપરા)ને આઇપીએલમાં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ ટીમ વચ્ચે ચાલતી T-20 ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 5400 તેમજ રૂ. 5000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો…આ બનાવમાં પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછમાં અન્ય આરોપી ક્રિપાલસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. આસ્થાગ્રીન સોસાયટી, વાંકાનેર, મુળ રહે. વઘાસીયા) અને અન્ય એક મોબાઇલ ધારક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….