વાંકાનેર શહેર ખાતે રૂ. 4.22 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ કરાયું
વાંકાનેર શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક મોર્ડન સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણકરવામાંઆવ્યું હતો જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ ના વાંકાનેર બસ સ્ટેશન મુકામે બાંધવામાં આવેલ નવીન બસ સ્ટેશન નો લોકાર્પણ સમારંભ રાખવામાં કરવામા આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ હાજર રહેલ રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ,વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સાહેબ મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ટમારીયા સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ ના પતિ હરૂભા ઝાલા, તાલુકા પંચાયત કા. ચેરમેન જીજ્ઞાશાબેન મેર,જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશ્વિનભાઇ મેઘાણી,વાંકાનેર ભાજપ તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણિયારીયા,હાજર રહી દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં આયોજન ના ભાગ રૂપે રાજકોટ વિભાગ ના વિભાગીય નિયામક શ્રી જે. બી. કલોતરા સાહેબ, રાજકોટ વોલ્વો ડેપો મેનેજરશ્રી અને રાજકોટ ઇન્ચાર્જ D. M. E શ્રી ઠુંમ્મર સાહેબ,રાજકોટ વિભાગ કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા સાહેબ, શ્રી આંકડા અધિકારી શ્રી પારુલબેન,શ્રી બાંધકામ અધિકારી શ્રી મેહતા સાહેબ દ્વારા મંચસ્થ અતિથીઓ નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રાજકોટ વિભાગ ના કર્મચારીઓ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.