વાંકાનેર તાલુકામાં નવા ૩૭ આંગણવાડી વર્કર્શને નિમણૂંક ઓર્ડર આપતા ચેરમેન જિજ્ઞાસાબેન મેર
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે આજે
સંકલિત બાળ વિકાસ યોજના ICDS ૩૭ નવા આંગણવાડી વર્કર જેમાં ૧૭ કાર્યકર અને ૨૦ તેડાગર ને માનદ વેતન સેવાના નિમણુક ઓર્ડર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને પ્રમુખપતી હરૂભા ઝાલાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે જીજ્ઞાસાબેન મેરે ICDS યોજના મુખ્ય હેતુ (૧) ૦ થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા,
(૨)બાળકના યોગ્ય, માનસિક શારીરિક અને સામાજિક વિકાસ,
(૩)મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શાળા ડ્રોપઆઉટ અંગે જણાવ્યું હતું. વધુ વિગત આપતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું કે આઈસીડીએસ યોજનાએ લાભાર્થીના પોષણ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૬ વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આ પોષણ કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવે છે. ૬ વર્ષથી નાની ઉંમરના સામાન્ય બાળકોમાં સપ્લીમેંટરી ન્યૂટ્રીશન સમકક્ષ ૫૦૦ કેલરી અને ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન અને ૮૦૦ કેલરી અને ૨૦ થી ૨૫ ગ્રામ પ્રોટીન ૬ વર્ષથી ઓછી ઉંમરના અતિઓછા વજનવાળા બાળકોને આપવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોર કન્યાઓ ૬૦૦ કેલરી અને ૧૮ થી ૨૦ ગ્રામ પ્રોટીન SNP સાથે આપવામાં આવે છે.