વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક ઓરડીમાંથી ૧.૫૬૪ કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ પેપર મિલની બાજુમાં ખરાબાની જગ્યામાં ઓરડીમાં રહેતી મહિલા પાસે માદક પદાર્થ હોવાની એસઓજીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ૧.૫૬૪ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા ૧૫,૬૪૦ ની કિંમત નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને મહિલા આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે
મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એડીકોન પેપર મીલની બાજુમાં ખરાબાની જગ્યામાં ઓરડી બનાવીને ત્યાં રહેતી વસનબેન સારલા પાસે માદક પદાર્થ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧.૫૬૪ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૫,૬૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વસનબેન કરમશીભાઈ ઉર્ફે કલાભાઈ સારલા જાતે કોળી (૬૦) રહે હાલ માટેલ ગામની સીમ એડિકોન પેપરમીલ ની બાજુમાં ખરરામાં માટેલ મૂળ રહે રાપર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળીની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે અને આ મહિલા પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવી હતી તે દિશામાં આગળની તપાસ વાકાનેરના પી.એસ.આઇ. પી.કે. સોધમ ચલાવી રહ્યા છે