વાંકાનેરમાં વોર્ડ નંબર 4 માં રસ્તાનો કામ પૂર્ણ રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા નું ઠેર ઠેર સ્વાગત
વાંકાનેર નગરપાલિકા ના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં લક્ષ્મીપરા ભોરણીયા શેરી મોમીન શેરી માં 20 વર્ષ બાદ રસ્તાનું કામ પૂર્ણ થતા રાજ્ય સભા સંસદ કેસરી દેવસિંહ ઝાલા એ આ વિસ્તાર ના પૂર્વ સદસ્ય ની માંગણી ધ્યાનમાં લઇ આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લેતા આ વિસ્તારના યુવાનો ભાઈઓ બહેનો સાંસદ કેસરી દેવસિંહ ઝાલા નું સન્માન કર્યું હતું
વાંકાનેરમાં નગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાના કામો થતા ન હતા એ અંગેની રજૂઆત આગેવાનો દ્વારા સાંસદ કેશરી દેવસિંહ ઝાલા પાસે કરવામાં આવતા તે રજૂઆતને અનુસંધાને થોડા સમય પૂર્વે વાંકાનેરના વહીવટદાર અને મુખ્ય અધિકારીની કામ ધરવા કેસરી દેવસિંહ ઝાલા લેખિતમાં રજૂઆત કરી હતી ચીફ ઓફિસર વિવિધ કામો મા શેરીઓ ગલીયો રસ્તાના કામ હાથ ધરવામાં આવેલ જે કામો હાલ ચાલુ છે તે કામો પૈકી લક્ષ્મીપરા ભોરણીયા શેરી મોમીન શેરી ના કામો પૂર્ણ થતા આ વિસ્તારની જનતાએ કામો અંગે સંતોષ તથા સંસદ કેસરી દેવસિંહ ઝાલા અને નગરપાલિકાના અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ને વિસ્તારના રહીશોએ આમંત્રણ પાઠવી તેઓને મીઠા મોઢા અને ફૂલહારથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓએ પણ આ સન્માન બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વાંકાનેર વોર્ડ નંબર 4 ના પૂર્વ કાઉન્સિલર મહંમદભાઈ રાઠોડ પૂર્વ કાઉન્સિલર ઝાકીરભાઇ બ્લોચ ગફારભાઈ મેમણ તથા મુસ્લિમ સમાજના યુવાનો અને અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા