
મૂળ ઓરિસ્સાનો અને હાલ વાંકાનેરના રંગપર ગામે શિલ્પ કંપનીમાં રહી કામ કરતો અકરુર રૂપાધર બગરતી ઉ.રર ગત રાત્રે કંપનીના બીજા માળે અગાસી પર પાળીએ બેઠો બેઠો ફોનમાં વાત કરતો હતો ત્યારે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઈજા થતાં વાંકાનેર સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ સારવાર દરમિયાણ મોત થતાં વાંકાનેર તાલુકા પોલીસએ જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં અકરૂર અગાઉ અહિ કામ કરી ગયો હતો અને બાદમાં વતન જતો રહ્યો હતો. હાલમાં બે ત્રણ દિવસ પહેલા જ ફરીથી કામ કરવા આવ્યો હતો અને ગત રાત્રે આ ઘટના બની હતી મૃતક ત્રણ ભાઈમાં બીજો અને અપરણિત હોવાનું જાણવા મળ્યું છે