વાંકાનેરના યુવાનને હથિયાર સાથેનો ઇન્સ્ટગ્રામમાં ફોટો મુક્તા બે શખ્સોની ધરપકડ
વાંકાનેરમાં આવેલ ભરવાડપરામાં રહેતા યુવાન પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેણે બારબોરના હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટગ્રામ ના આઈડી ઉપર તે ફોટો મૂક્યો હતો જે એસોજીની ટીમના ધ્યાન ઉપર આવતા પોલીસે ફોટો મુકનાર તથા ફોટો પાડવા માટે લાયસન્સ વાળું હથિયાર આપનારા બંને શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છે
વર્તમાન સમયમાં ઘણી વખત ઇન્સ્ટગ્રામ અને સોશિયલ
મીડિયામાં ફોટો વિડીયો અપલોડ કરવા માટે થઈને ગુનાહિત
કૃત્યો થઈ જતા હોય છે તેવી જ રીતે વાંકાનેરના ભરવાડપરામાં
રહેતા સામાભાઈ ઉર્ફે રોકૂ ધીરુભાઈ કાઠીયા જાતે કોળી (૨૨)
નામના યુવાન પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં
પણ તેણે બાર બોરના હથિયાર સાથેનો ફોટો પાડીને તેના
ઇન્સ્ટગ્રામ યુઝર આઇડી ઉપર તે ફોટો અપલોડ કર્યો હતો જે
એસોજીની ટીમના ધ્યાન ઉપર આવતા તે બાબતે તપાસ કરવામાં
આવતા આ યુવાન પાસે હથિયાર પરવાનો કે લાઇસન્સ ન
હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેણે જે હથિયાર સાથે ફોટો
પાડ્યો હતો તે બાબતે તપાસ કરતા ઉદયસિંહ વિરમજી ઝાલા
જાતે છત્રીય (૫૦) ધંધો સિક્યુરિટી ગનમેન રહે. ઘીયાવડ તાલુકો
વાંકાનેર વાળાનું હથિયાર હોવાનું સામે આવતા હથિયારધારાની
શરતનો ભંગ થયેલ હોવાથી હથિયાર આપનાર તથા હથિયાર
સાથે ફોટો પાડનાર બંને શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં
આવી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે
આર્મ્સ એક્ટની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોધી પોલીસે
આગળની કાર્યવાહી હાથ ધરી છે