શેરીમાં કામ કરતા મજૂરોને ગાળો આપવા સંદર્ભે થયેલ ઝઘડામાં સામસામે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં શેરીમાં કામ કરતા મજૂરોને ગાળો આપવા મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા આ ઝઘડામાં છરી અને પાઇપ ઉડતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા નરવિરસિંહ લખધીરસિંહ ઝાલાએ સીટી પોલીસ મથકમાં આરોપી ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની સામેની શેરીમાં રહેતા આરોપી ગિરિરાજસિંહ શેરીમાં કામ કરતા મજૂરોને ઉંચા અવાજે ગાળો આપતા હોય ગાળો નહીં બોલવાનું કહેતા છરી વડે હુમલો કરી પાઇપ વડે માથામાં ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામે પક્ષે ફરિયાદી ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાએ આરોપી નરવિરસિંહ લખધીરસિંહ ઝાલા, હકુભા અજયસિંહ જાડેજાનો દિકરો, બાબલી ચંદ્રસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઉર્ફે રાજભા ખુમાનસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના ઘર પાસે કામ કરતા મજૂરોને આરોપી ગાળો આપતા હોય અને પોતે નાઇટશિફ્ટમાંથી આવી ને સુતા હોય ઝઘડો નહીં કરવાનું કહેતા તમામ આરોપીઓએ એક સંપ કરી પાઇપ વડે ઈજાઓ પહોંચાડી છરી મારતા ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે