વાંકાનેરના અરણીટીંબા ગામના યુવાનને SBI ના પટાવાળાએ ૧ લાખ વ્યાજે આપીને ૨૯.૪૯ લાખ પડાવ્યા !
વાંકાનેર તાલુકાનાં અરણીટીંબા ગામે રહેતા યુવાને ગામમાં આવેલ એસબીઆઇ બેંકમાં આઉટ શોર્સના પટાવાળા તરીકે કામ કરતાં શખ્સની પાસેથી વ્યાજે સમયાંતરે એક લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે યુવાનની જમીન આરોપીએ તેના જ સગાને વેચાવીને તેનાથી આવેલ ૭૯ લાખમાંથી માત્ર ૩૪ લાખ રૂપિયા આપીને બાકીની રકમ વ્યાજ સહિતના અન્ય ખર્ચા બતાવીને પડાવી લીધેલ છે અને તેના કાકાને ગાળો આપીને મારી નાખવાની ધમકી વ્યાજખોર પિતા-પુત્રએ આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં અરણીટીંબા ગામે રહેતા મેહુલભાઇ રાયસીંગભાઇ પરમાર જાતે ચુંવાળીયા કોળી (૨૯) એ હાલમાં ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.બન્ને અરણીટીંબા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૬ થી તા.૧૪/૨/૨૦૨૪ સુધીના સમયગાળામાં ફરિયાદી યુવાને આરોપી ધર્મેન્દ્રસિંહ પાસેથી વર્ષ ૨૦૧૬ માં ૪૦,૦૦૦ અને વર્ષ ૨૦૨૧ મા ૬૦,૦૦૦ એમ કુલ મળીને ૧,૦૦,૦૦૦ પાંચ ટકાના વ્યાજે લીધેલ હતા જે વ્યાજનો હીસાબ કરીને આરોપીએ ૨૯,૪૯,૦૦૦ વ્યાજ ગણીને વ્યાજના રૂપીયા ફરીની માલીકીની જમીન આરોપીએ તેના સબંધીને રૂપીયા ૭૯,૦૦,૦૦૦ માં વેચેલ હતી જેમાંથી માત્ર ૩૪,૦૦,૦૦૦ લાખ રૂપિયા ફરિયાદી અને સાહેદોને આપી બાકીના રૂપીયા વ્યાજના ૨૯,૪૯,૦૦૦ કાપી લીધેલ હતી અને બાકીના જમીનના ધીરાણ તથા દસ્તાવેજના ખર્ચાના ગણી વ્યાજની પઠાણી વસુલાત કરી હતી અને તેના દીકરા જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ સાહેદ મગનભાઇને તેના પિતાએ કરેલ વ્યાજ વસુલાતની વાતો ન કરવા માટે બોલાચાલી કરી હતી અને મગનભાઇને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ- ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વધુમાં ફરિયાદી યુવાનના કાકા મગનભાઇ પાસેથી મળેલ
માહિતી મુજબ ફરિયાદ યુવાનના પિતા હયાત નથી અને તેની
માનસિક સ્થિતિ સારી નથી જેનો લાભ લઈને વ્યાજમાં તેની
લાખો રૂપિયાની જમીન પડાવી લઈને આરોપીએ તેના જ સગાને
વેચીને તેમાંથી માત્ર ૩૪ લાખ ફરિયાદ યુવાન અને અમોને આપેલ
છે જો કે, જમીનના ધીરાણ તથા દસ્તાવેજના ખર્ચાના ગણી
લાખો રૂપિયા પડાવી લીધેલ છે અને તેની કોઈ માહિતી આપેલ
નથી તેવામાં વધુમાં મળેલ માહિતી મુજબ આરોપી ધર્મેન્દ્રસિંહ
ઝાલા અરણીટીંબા ગામમાં આવેલ એસબીઆઇ બેંકમાં આઉટ
શોર્સના પટાવાળા તરીકે નોકરી કરે છે અને આ યુવાનની જેમ
ઘણા લોકોને ગેરકાયદે વ્યાજે નાણાં આપીને નજીવી રકમ સામે
તેને તોતિંગ વ્યાજ તેઓની પાસેથી પઠાણી ઉઘરાણી કરીને
વસૂલ કરેલ છે