ચોટીલાના રાજકોટ નેશનલ હાઈવે પરએમ્બ્યુલન્સનો સર્જાયો અકસ્માત
અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણના મોત
ચોટીલા- રાજકોટ મોલડી ગામ પાસે નેશનલ હાઇવે ઉપર એમ્બ્યુલન્સ નો ઓજારો અકસ્માત સર્જાયો
ખાનગી એમ્યુલન્સ ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને બે મહિલા સહિત ત્રણ ના મોત નીપજયા
મળતી માહિતી મુજબ ગત રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા ઉંમર વર્ષ આશરે 35 જે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ગઈકાલે સારવાર અર્થે તેમની 18 વર્ષીય દીકરી તેમજ દીકરા સાથે આવ્યા હતા
સારવાર દરમિયાન તેમને વધારે તકલીફ હોવાથી ચોટીલા ડોક્ટરે રાજકોટ રીફર થવાનું કહ્યું હતું
આ સમયે સરકારી એમ્બ્યુલન્સ હાજર ન હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતા
જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા અને તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા અને તેમના મોટા બહેન અને બનેવી અને પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ વધુ સારવાર અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન ચોટીલા થી રાજકોટ તરફ આપાગીગા ના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા એક સાઇડનો કૂચડો બોલી ગયો હતો
આ ઘટનાની જાણ આજુબાજુ લોકોને થતા 108 ને જાણ કરાતા 108 ની મદદ થી તમામ લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
જ્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા
અને પાયલ હરેશભાઈ મકવાણા તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિજયભાઈ જીવાભાઈ બાવળિયાને 108 મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જે રાજકોટ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા
આ ગોજારો અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી