ગુજરાત યુનિવર્સિટી હિંસા/ પોલીસની મોટી કાર્યવાહી હુમલો કરનાર 2ની ધરપકડ, 25 સામે FIR
ગુજરાત યુનિવર્સિટીમાં ગઈ કાલે રાત્રે બનેલ હિંસાની ઘટના અંગે આજે પોલીસ કડક કાર્યવાહી કરી છે. હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી હિંસા/ પોલીસની મોટી કાર્યવાહી હુમલો કરનાર 2ની ધરપકડ, 25 સામે FIR
ગુજરાત યુનિવર્સિટીમાં ગઈ કાલે રાત્રે બનેલ હિંસાની ઘટના અંગે આજે પોલીસ કડક કાર્યવાહી કરી છે. હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યા હતા. તે જ સમયે 20-25 લોકો અંદર ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો.
ઘટના બાદથી રાજ્ય સરકાર આ મામલામાં ચાંપતી નજર રાખી રહી છે. આ હુમલામાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વિદ્યાર્થીઓ પર હુમલો કરવા ઉપરાંત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા અને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે ગુજરાત સરકારના સંપર્કમાં છે અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી હિંસામાં મામલો, વિદેશ મંત્રાલયે નિવેદન કર્યું જાહેર
રૂમમાં બળજબરીથી પ્રવેશ કર્યો, લેપટોપ-ચશ્મા તોડી નાખ્યા
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ઘણા લોકો હોસ્ટેલમાં હંગામો મચાવતા જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક લોકો લાકડીઓ વડે મોટરસાઈકલ તોડતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમને રોકવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ તેને એક બાજુ ધકેલી દે છે અને પછી તોડફોડ કરે છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે કેમ્પસમાં હંગામો મચાવ્યા બાદ આ લોકોએ તેમના રૂમમાં ઘૂસીને લેપટોપ, ફોન અને રૂમના કાચ તોડી નાખ્યા હતા.