હળવદ નજીક હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ: ટ્રકમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો દારૂ-બિયર પકડ્યો
ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે સફળ રેડ કરવામાં આવી છે અને ત્યાં આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રકને પકડવામાં આવેલ છે અને ૧૧ લાખથી વધુની કિંમતના દારૂ અને બિયર સાથે હાલમાં એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને કુલ મળીને ૨૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ડીઝલ ચોરી કરવામાં આવતી હતી જેમાં પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી તે સફળ રેડ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે રાતના સમયે અમદાવાદ હળવદ હાઇવે ઉપર આવેલ સુખપુર ગામ પાસે આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ રેડ કરવામાં આવી ત્યારે એમપી ૪૫ ઝેડડી ૯૨૫૦ નંબરના ટ્રકમાંથી ૧૧.૦૪ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવેલ છે જેથી કરીને સ્થળ ઉપરથી ટ્રકના ડ્રાઈવર આરોપી અનિલ મંગુભાઇ મેડા રહે. નાની પીટોલ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને દારૂ, બિયર, ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ મળીને ૨૬.૧૦ લાખનો મુદામાલ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે
હાલમાં સુખપર ગામ પાસે હોટલના પાર્કિંગમાંથી દારૂ અને બિયર
ભરેલા ટ્રકની સાથે પકડાયેલા શખ્સની પોલીસે આગવી ઢબે
પૂછપરછ કરતા આરોપી અનિલ મંગુભાઇ મેડાએ મધ્યપ્રદેશસેન્જલીના મહેશ નિનામાં અને કૈલાશભાઈ સનાભાઈના નામઆવેલ છે જેથી કરીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હળવદપોલીસ સ્ટેશને દારૂ મંગાવનાર અને મોકલનાર તેમજ તપાસમાંજે નામ ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવેલ છે અને છેલ્લાથોડા જ દિવસોમાં મોરબી જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલનીટીમે દ્વારા બીજી સફળ રેડ કરવામાં આવી છે જેથી કરીનેમોરબી જીલ્લામાં પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવું કહીએતો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી