સ્મશાનને દારૂનું ગોડાઉન બનાવનાર ભાજપના નેતાની ધરપકડ, અધધ 1800 બોટલ દારૂની બોટલો મળીરાજકીય પીઠબળ ધરાવતા યુવકે મોતનો મલાજો પણ ન જાળવ્યો અને સ્મશાનમાં જે જગ્યાએ માણસના મોત બાત વિધિ કરવામાં આવે છે તે સીએનજી ભઠ્ઠી નીચે જ દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હતો. ખોખરા પોલીસે અક્ષય વેગડ નામનાં ઈસનપુરના યુવકની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદનાં પૂર્વમાં આવેલા હાટકેશ્વર સ્મશાનગૃહમાં સફાઈ કર્મી તરીકે કામ કરે છે
સ્મશાનને દારૂનું ગોડાઉન બનાવનાર ભાજપના નેતાની ધરપકડ, અધધ 1800 બોટલ દારૂની બોટલો મળીરાજકીય પીઠબળ ધરાવતા યુવકે મોતનો મલાજો પણ ન જાળવ્યો અને સ્મશાનમાં જે જગ્યાએ માણસના મોત બાત વિધિ કરવામાં આવે છે તે સીએનજી ભઠ્ઠી નીચે જ દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હતો. ખોખરા પોલીસે અક્ષય વેગડ નામનાં ઈસનપુરના યુવકની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદનાં પૂર્વમાં આવેલા હાટકેશ્વર સ્મશાનગૃહમાં સફાઈ કર્મી તરીકે કામ કરે છે અત્યાર સુધી દારૂની હેરાફેરીની અનેક ઘટનાઓ સામે આવી પરંતુ પ્રથમવાર સ્મશાનમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. અને એ જથ્થા સાથે અન્ય કોઈ નહીં પરંતુ ભાજપનો અનુસુચિત જાતિ મોરચાનો વોર્ડ પ્રમુખ ઝડપાયો છે. રાજકીય પીઠબળ ધરાવતા યુવકે મોતનો મલાજો પણ ન જાળવ્યો અને સ્મશાનમાં જે જગ્યાએ માણસના મોત બાત વિધિ કરવામાં આવે છે તે સીએનજી ભઠ્ઠી નીચે જ દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હતો. ખોખરા પોલીસે અક્ષય વેગડ નામનાં ઈસનપુરના યુવકની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદનાં પૂર્વમાં આવેલા હાટકેશ્વર સ્મશાનગૃહમાં સફાઈ કર્મી તરીકે કામ કરે છે, જોકે સફાઈની આડમાં શહેરમાં ગંદફી ફેલાવવાનું કામ તેણે કર્યું છે. માનવીના મોત બાદ તેની સ્મશાન ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવે છે અને તે પવિત્ર સ્થળને ગંદુ કરવાનું કામ આ આરોપીએ કર્યું છે. ખોખરા પોલીસને મળેલી બાતમીના આધારે હાટકેશ્વર સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમક્રિયા માટેની સીએજી ભઠ્ઠીની નીચેના ભાગમાંથી દારૂની 1803 બોટલ, તેમજ બિયરના 98 ટીન અને બે મોબાઈલ સહિત 3 લાખ 14 હજારના મુદ્દામાલ સાથે અક્ષય વેગડ અને કાયદાના સંધર્ષમાં આવતા કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલો આરોપી અક્ષય ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડમાં અનુસુચિત જાતિનો મોચરા પ્રમુખ છે.તપાસમાં થયા મોટા ખુલાસા પકડાયેલા આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તેનો ભાઈ રાજન વેગડાએ આ દારૂનો જથ્થો બહારથી મંગાવી સ્મશાન ગૃહમાં સંતાડી રાખ્યો હતો. અને આ રીતે છેલ્લાં એક મહિનાથી બન્ને ભાઈઓ દારૂની લે વેચ કરતા હતા. પોલીસથી બચવા માટે અને કોઈને પણ શંકા ન જાય માટે સ્મશાન ગૃહને જ દારૂનું ગોડાઉન બનાવી દેવાયુ હતુ. ઝડપાયેલા આરોપી અક્ષય વેગડે પોતાના સોશિયલ મીડિયામાં પૂર્વ મંત્રીએ અને ધારાસભ્યો સહિત અનેક લોકો સાથે પોતાના ફોટા પણ મુક્યા છે. ત્યારે તે રાજકિય પાર્ટીની આડમા દારૂનો વેપલો કરતા ઝડપાઈ ગયો છે. આ કેસનો મુખ્ય આરોપી રાજન વેગડ હજું પણ વોન્ટેડ હોય તેને પકડવા પોલીસે કવાયત તેજ કરી છે. આ કેસમાં ઝડપાયેલા અક્ષય વેગડા સામે અગાઉ એક મારામારીનો કેસ નોંધાયો છે તેમજ અગાઉ એક આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં પણ તેની સામે ગુનો નોંધાયો હતો. આરોપીની સાથે દારૂના ગુનામાં સ્મશાનનો કોઈ કર્મચારી કે કોન્ટ્રાક્ટર સામેલ છે કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. કારણ કે સફાઈ કર્મચારી આટલો મોટો દારૂનો જથ્થો બહારથી લાવી સ્મશાનની ભટ્ટીમાં સંતાડે અને કોન્ટ્રાક્ટરને જાણ જ ન થાય તે કઈ રીતે શક્ય બને તે પણ મોટો સવાલ છે. આ કેસમાં ઝડપાયેલા ભાજપના નેતા સામે ભારતીય જનતા પાર્ટી શું કાર્યવાહી કરે છે તે આવનાર સમય જ બતાવશે.