સોનાનાં દાણાની ખરીદીના બહાને વેપારીની નજીક ચુકવી ત્રણથી ચાર છોકરીઓ 205 નંગ સોનાનાં દાણાની ચોરી કરી ફરાર….
વાંકાનેર શહેરમાં દિનપ્રતિદિન સતત ચોરીના બનાવો વધી રહ્યા છે, જેમાં મોટાભાગના બનાવોમાં પોલીસ ફરિયાદ થતી નથી અથવા તો પોલીસ ફરિયાદ નોંધાતી નથી, જે વાત જગજાહેર થઇ છે, ત્યારે વધુ વાંકાનેર સીટી પોલીસની કામગીરીની ચાર ચાંદ લગાવતો વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં સીસીટીવી ફૂટેજ સહિતના સ્પષ્ટ પુરાવાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા બે જ્વેલર્સની દુકાનોમાંથી રૂ. 4.5 લાખની કિંમતના સોનાના દાણાની વેપારીની નજર ચૂકવી ચોરી કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની મેઇન બજારમાં બાલાજતી જ્વેલર્સ નામે સોનીકામની દુકાન ચલાવતા વેપારી યોગેશભાઈ રસિકભાઈ બારભાયાએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇ તા.૨૬/૧૨/૨૩ ના રોજ ફરિયાદીની બાલાજતી જ્વેલર્સ દુકાનમાં સોનાના દાણાની ખરીદી કરવાના બહાને આવેલ ચારેક છોકરીઓ દ્વારા વેપારીની નજર ચુકવી રૂ. 1.5 લાખની કિંમતના 85 જેટલા સોનાના દાણાની ચોરી કરી હોય, જે બાદ ગત તા. ૦૨/૦૨/૨૦૨૪ના રોજ અગાઉના બનાવની જેમ ફરી આ પૈકીની ત્રણ છોકરીઓ દુકાનમાં સોનાના દાણાની ખરીદી કરવાના બહાને આવી ફરિયાદીના પિતાની નજર ચૂકવી રૂ. 2 લાખની કિંમતના 95 નંગ સોનાનાં દાણાની ચોરી કરી ફરાર થઈ ગયેલ, જેમાં બંને બનાવો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા હોય અને ફરિયાદીએ આજ સુધી તપાસ કરતા એકપણ છોકરીની ઓળખ મળી નહોતી.
આ વચ્ચે ગત તા. ૨૩/૦૨/૨૦૨૪ના રોજ ફરિયાદીની દુકાનની બાજુમાં આવેલ સોની મનહરલાલ રતીલાલની દુકાનમાંથી પણ ઉપરોક્ત અજાણી છોકરીઓ આવી વેપારીની નજર ચૂકવી રૂ.1 લાખની કિંમતના 25 નંગ સોનાના દાણાની ચોરી કરી લઇ ગઇ હતી…
જેથી આ બનાવમાં ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસમાં અલગ અલગ ત્રણ સમયે બે જ્વેલર્સની દુકાનોમાંથી વેપારીની જનર ચુકવી કુલ 205 નંગ સોનાના દાણા જેની કિંમત રૂ. 4,50,000 ની ચોરી કરી લઇ જતા સીસીટીવી કેમેરામાં દેખાતી અજાણી છોકરીઓ સામે ફરિયાદ નોંધાવી છે….