વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની ગુજરાત સરકારના કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કરેલ સફળ રજૂઆત થકી વાંકાનેર તાલુકાના મેસરીયા અને ઠીકરિયાળા નાની સિંચાઇ યોજના તેમજ રાતડિયા ગામથી શરૂ થતાં તળાવ ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જેમાં હાલ મેસરિયા અને ઠિકરીયાળા નાની સિંચાઇ યોજનાના પ્રથમ ચરણમાં તળાવના બંધના મુખ્ય ભાગનું સંપૂર્ણ પણે રીનોવેશન, માટી પાળા ઉપરનું પીચીંગ, હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ, જૂનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાના કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે.આ ઉપરાંત વાંકાનેર તાલુકાના ગામડાઓમાં તળાવો ઉંડા કરી મજબૂત પાળ બાંધવાના કામ માટે મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની મશીનરી થકી વાંકાનેર તાલુકાના રાતડિયા ગામના તળાવથી શરૂ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજ રોજ જીજ્ઞાસાબેન મેર દ્વારા આ કામોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી.