
વાંકાનેરના લક્ષ્મીપરા જમાતખાના પાસે યુવાન તેના ભાઈને વિસ્તારમાં ન આવા બાબતે બોલાચાલી કરનારા શખ્સની સાથે વાત કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં ગાડીમાં આવેલા શખ્સે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકા પાટુનો માર માર્યો હતો અને એક શખ્સે છરી વડે યુવનની ઉપર હુમલો કરવામાં આવતા ડાબી આંખની સાઈડમાં તેને ઈજા થઈ હતી તેમજ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાવી છેબનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ ઇનાયત ઉર્ફે ઈલુ રહે લક્ષ્મીપરા અને અલાઉદ્દીન સમા રહે વાંકાનેર વાળાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ અને તેના મિત્ર સાથે ચાર પાંચ દિવસ પહેલા ઇનાયતએ તેના વિસ્તારમાં નહીં આવવા બાબતે બોલાચાલી કરેલ હતી જે બાબતે ફરિયાદી યુવાન લક્ષ્મીપરા જમાતખાના પાસે તેને વાત કરવા માટે થઈને ગયો હતો ત્યારે તે વાત કરતો હતો દરમિયાન અલાઉદ્દીન સમા કાર લઈને ત્યાં આવ્યો હતો અને ગાડીમાંથી નીચે ઉતરીને તેણે ફરિયાદી તથા તેની સાથે રહેલ સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર્યો હતો ત્યારબાદ ઇનાયતે તેની પાસે રહેલ છરી વડે હુમલો કરતા ફરિયાદી યુવાનને ડાબી આંખની સાઈડમાં છરીનો ઘા માર્યો હતો જેથી તેને બે ટાંકા આવ્યા હતા અને બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે