
વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એકે કે બે નહીં 8 જેટલા મકાનમાં ચોરી કરવામાં આવેલ છે જો કે, આ બનાવની પોલીસને જાણ કરેલ છે પરંતુ હજુ સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથીમોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે અને તેમાં પણ સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે જે જગ્યાએ ચોરીની ઘટનાઓ બને છે ત્યાં એક સાથે એક કરતાં વધુ જગ્યાઓએ ચોરીની ઘટના બનતી હોય તે પ્રકારની માહિતીઓ સામે આવતી હોય છે છેલ્લા દિવસોમાં હળવદ, મોરબી તાલુકા અને મોરબી શહેર વિસ્તારની અંદર એક થી વધુ જગ્યા ઉપર ચોરીની ઘટનાઓ બની ચુકી છે તેવામાં હાલમાં જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની અંદર આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં એક સાથે 8 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે અને જુદા જુદા ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા સહિતના મુદ્દા માલની ચોરી કરવામાં આવી છે જોકે આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી
