વાંકાનેરની આસ્થાગ્રીન સોસાયટીમાં પાણીના ધાંધીયા દૂર કરવાની સ્થાનિક લોકોની માંગ
વાંકાનેરમાં આવેલ ઝાંઝર સનેમાની બાજુમાં નેશનલ હાઈવે ૮-એ પાસે આવેલ આસ્થાગ્રીન સોસાયટીમાં રહેતા જયદિપ એન. સિધ્ધપુરા અને ત્યાના લોકોએ કલેકટર તેમજ તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના હસનપર ગામના સર્વે નં. ૧૦૫/૧ પૈકી ૧, ૧૦૫/૧ પૈકી ૨, ૧૦૫/૨ તથા સર્વે નંબર ૧૦૫/૩ વાળી જમીન બિનખેતી કરી તેના ઉપર રહેણાંક હેતુ માટેનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં આસ્થાગ્રીન સોસયાટી બનાવવામાં આવેલ છે તે સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી આસરે ૬૦ થી ૭૦ જેટલા પરીવારો રહે છે તેઓને ચોખ્ખુ પીવાનું પાણી મળતું નથી જેથી કરીને લોકોને બોરનું પાણી પીવું પડે છે અને બોરનું પાણી ખુબ જ ક્ષારવાળુ અને ખરાબ હોવાથી લોકોના આરોગ્યને નુકશાન થાય તેમ છે અને લોકો પાણી માટે હેરાન છે એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાણીની સમસ્યા દુર કરવા માટે “નળ સે જળ” અને “હર ઘર નળ” જેવી યોજના અમલમાં મૂકે છે અને ગુજરાતના છેવાડાના વીસ્તાર સુધી પાણી આપવામાં આવે છે તેવું કહે છે ત્યારે વાંકાનેર નજીક અને મુળ હસનપર ગ્રામ પંચાયતના સર્વે નંબર વાળી જગ્યામાં આસ્યાગ્રીન સોસાયટીના બનાવવામાં આવી છે ત્યાં પાણીની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે