વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ પાસે સ્પામા સીસીટીવી કેમેરા ચાલુ ન રાખનાર મેનેજર સામે ગુનો નોંધાયો
વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ રાણેકપરના બોર્ડ પાસે હિમાલયા પ્લાઝા સ્પામાં એસઓજી ની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાલુ ન હતા અને સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટા ના ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપેલ ન હતા જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરમાં નો ભંગ થતો હોય સ્પાના મેનેજર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં આવેલા સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી તેમજ સ્પામાં આવતા ગ્રાહકો નું રજીસ્ટર રાખવું અને સીસીટીવી કેમેરા નું ફૂટેજ ત્રણ મહિના સુધી રાખવું તે પ્રકારનું જાહેરનામુ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે જોકે તેની અમલવારી ઘણી જગ્યાએ ન થતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર તાલુકાના રાણેકપરના બોર્ડ પાસે આવેલ હિમાલયા પ્લાઝા માં સ્પર્શ સ્પામાં ચેક કરવામાં આવ્યુ હતુ ત્યારે ત્યાં કામ કરતા વર્કરના બાયોડેટા ના ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની માહિતી આપી ન હતી તેમજ સ્પામાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચાલુ ન હોય હાલમાં પોલીસ દ્વારા સ્પાના મેનેજર રવીન્દ્રભાઈ ઉર્ફે લાલો નવીનચંદ્રભાઇ સોલંકી જાતે વાણંદ (૪૦) રહે દરબારગઢ રોડ સોની શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે