ટેન્કર સહિત રૂપિયા 47 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
મોરબી : મોરબીના વિરપરડા ગામ નજીક ગઈકાલે બપોરે ડીઝલ ચોરીના જબરા નેટવર્કનો પર્દાફાશ કરાયાના 24 કલાક બાદ આજે સોમવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જે પૈકી એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 આરોપીઓને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યા છે
.માળીયા જામનગર હાઇવે ઉપર વિરપરડા ગામના પાટિયા નજીક આવેલ હોટેલ ઓમ બન્નાના ગ્રાઉન્ડમાં ડીઝલ ચોરીના કૌભાંડ મામલે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે એસએમસીએ પાડેલ દરોડા અંગે આજે 24 કલાક જેટલા સમય બાદ એસએમસી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે રાજસ્થાનના શિવરાજસિંહ રાજપૂતને દર્શાવી ફરાર જાહેર કરવામાં આવ્યા છે.વધુમા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુલ નવ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે જેમાં રાજસ્થાનના નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી, ગોવિંદ હદમનરામજી બાવરી, સંતોક ચમનરામ બાવરી, પ્રકાશ નથુરામ બાવરી, હીરાલાલ ધર્મનરામ બાવરી, શક્તિસિંહ માધુભ જાડેજા રહે.જાખર, જામનગર, રાજેશ ઉર્ફે રાજુભાઇ દેવાભાઈ ખૂંગલા, રાજેશ રામજીભાઈ મારવાણિયા અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ પ્રભાતભાઈ મિયાત્રા રહે.મોરબી વાળાને અટકાયતમાં લઈ આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પ્રભાતભાઈ ધ્રાંગા, રહે, નાગડવાસ, બીપીનભાઈ અને મુખ્ય આરોપી શ્રવનસિંહ રાજપૂત વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.